ત્રણવાર ફેલ થયેલી માતા માટે પુત્ર તેનો વેશ ધારણ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા પહોંય્યો

DivyaBhaskar 2019-12-14

Views 3.6K

બ્રાઝીલના અમેજનના વતની એવા હેઈટર મર્સિયો શિયાવે આવું કારનામું કર્યું હતું તેની 60 વર્ષીય માતા સતત ત્રણ ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ થઈ હતી સતત નિષ્ફળતા મળતાં તેનીમાતાએ પણ હવે ચોથો પ્રયત્ન કરવાની ના પાડી દીધી હતી જો કે, તેનો પુત્ર તેને લાયસન્સ અપાવવા માટે મક્કમ હોય તેમ એક દિવસ માતાનો જ ગેટઅપ ધારણ કરીને ટેસ્ટઆપવા માટે હાજર થઈ ગયો હતો માતાની જેવા જ દેખાવા માટે હેઈટરે પણ લોંગ સ્કર્ટ, ટોપ અને કાનમાં રિંગ પહેરી લીધી હતી આ ઉપરાંત તેણે નખ રંગીને ખભા પર હેન્ડબેગ પણ લગાવી દીધી હતી તે આવું કારનામું સફળ થાય તે પહેલાં જ અધિકારીઓને તેનો ભારે અવાજ અને લાંબા હાથના કારણે શંકા જતાં જ તપાસ આદરી હતી જેમાંઆખી ઘટનાનો પર્દાફાશ થયો હતો પોલીસે પણ તેના આવા કારનામા બદલ ધરપકડ કરીને કાયદેસર કેસ કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS