ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં સંગમ નગરમાં નીકળેલી અનોખી વરરાજાની જાન ચર્ચાનું વિષય બની છે વરરાજા નીરજ 50 જાનૈયા સાથે 11 કિલોમીટ ની દોડ લગાવીને લગન મંડપમાં પહોંચ્યા હતો નીરજ પોતે ફિઝિકલ ટ્રેનર છે શહેરના માલવીય દશહરા મેદાનથી સંગમ નગર સુધી આ જાન પસાર થઇ હતી
જોકે નીરજના ઘરેથી ઘોડેસવારી પર જ જાન નીકળી હતી જાન મુખ્ય માર્ગ પર પહોંચતા નીરજ અને જાનૈયાઓએ દોડ લગાવવાની શરૂઆત કરી હતી જાનૈયાઓમાં 18થી 70 વર્ષની વયના લોકો સામેલ હતા તમામ લોકોએ નીરજના ફિટેનેસનો સંદેશ આપવાના વિચાર સાથે સહમત થયા હતા આ અનોખી જાન માટે પીળી ટીશર્ટ ડ્રેસ કોર્ડ રાખવામાં આવ્યો હતો