છત્તીસગઢ રાજ્યમાં વીજ કંપનીના મોટા ડિફોલ્ટર્સ સામે ઝુંબેશ ચાલી રહી છે બીલ જમા ન કરવા પર ક્નેક્શન કાપવામાં આવી રહ્યું છે શહેરનાં પાવર હાઉસ રોડ પર પવન કુમારની કપડાની દુકાન છે તેમનું લગભગ એક લાખ રૂપિયાનું બીલ બાકી છે કંપનીએ જ્યારે બિલ ભરવાનું કહ્યું, ત્યારે પવન શુક્રવારે ઓટોમાં બે બોરી સિક્કા લઈને તુલસી નગર વીજ કચેરી પહોંચ્યો હતો તે જોઈને કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા