14 હજાર ફુટની ઊંચાઈએ દેશનું પ્રથમ આઈસ કેફે ખુલ્યું, બપોરે પીગળતા બરફનું પાણી સિંચાઈમાં વપરાય

DivyaBhaskar 2020-02-21

Views 289

લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈ પર લેહ-મનાલી નેશનલ હાઇવે પર દેશનું પ્રથમ આઈસ કેફે બન્યું છે અહીં મસાલા ચા, જીંજર ટી, બટર ટી અને મસાલા મેગી સર્વ કરવામાં આવે છે આ કેફેને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને 4 સ્થાનિક યુવાનોએ સાથે મળીને બનાવ્યું છે કેફે લદાખના મીરૂ ગામની નજીક આવેલું છે

આ યુનિક કેફેમાં પ્રવાસીઓ બપોર સુધી આવી શકે છે આ કફે બનાવનાર મેમ્બરે જણાવ્યું કે, ઘણા લોકો અહીં આઈસ સ્તૂપ જોવા આવતા હતા, તે સમયે અમને લાગ્યું કે, અહીં કોઈ સારા રેસ્ટોરાંની જરૂર છે આથી અમે સ્તૂપની અંદર નાનકડું કેફે બનાવ્યું આ કેફે પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે બપોર પછી જે પણ બરફ પીગળે છે તે અમે ટેન્કમાં કલેક્ટ કરી લઈએ છીએ આ પાણીનો ઉપયોગ અમે લદાખ કે જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારમાં ખેતીમાં સિંચાઈ માટે કરીએ છીએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS