કેનેડાના રહેવાસી 84 વર્ષીય રોય જોર્જન સ્વેનિંગસેન આજની જનરેશન માટે પ્રેરણાત્મક વ્યક્તિ છે તેમણે એન્ટાર્કટિક આઈસ મેરેથોન પૂરી કરી છે, અને આ મેરથોન પૂરી કરનારા તે અત્યાર સુધીના સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે તેમણે આ દોડ 11 કલાક, 41 મિનિટ અને 58 સેકન્ડમાં પૂરી કરી છે એન્ટાર્કટિક આઈસ મેરેથોન દુનિયાની એકમાત્ર મેરેથોન છે જેમાં રનર્સને માઇનસ 4 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચરનો સામનો કરવો પડે છે