રશિયામાં હાલ વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય એવિયેશન અને સ્પેસ શો 'મેક્સ 2019' ચાલી રહ્યો છે મંગળવારે શરૂ થયેલો આ શો 1 સપ્ટેમ્બર સુધી ચાલશે તેમાં ભારત સહિત 182 દેશની સંરક્ષણ અને એરો સ્પેસ ક્ષેત્રની 800 મોટી કંપનીઓ ભાગ લઇ રહી છે તેમાં બ્રહ્મોસ એરો સ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે મોસ્કો નજીક ઝુકોવસ્કીમાં આયોજિત આ શોના પ્રથમ દિવસે 200થી વધુ એરક્રાફ્ટ પ્રદર્શિત કરાયા તેમાં રશિયન સૈન્યનું પરિવહન વિમાન આઇએલ-113 વીઇ, આઇએલ-113 વીના એક્સપોર્ટ વર્ઝન પણ જોડાયા શોમાં ભારત ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, બ્રાઝીલ, કેનેડા, ચીન, ચેક ગણરાજ્ય, એસ્ટોનિયા અને ઓસ્ટ્રિયાની કંપનીઓ સામેલ છે ઇન્ટરનેશનલ એર શોમાં બ્રહ્મોસ એરો સ્પેસ અને એચએએલ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે