પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બુધવારે કહ્યું કે, હું GDPમાં ધીમી વૃદ્ધિ અંગે ચિંતિત નથી જે કંઈ પણ બની રહ્યું છે, તેની અસર અર્થવ્યવસ્થા પર આગળ જોવા મળશે તેમણે કહ્યું કે, આજે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોને મૂડીની જરૂર છે અને તેમાં કંઈ ખોટું પણ નથી
મુખર્જીએ બુધવારે કોલકાતામાં ભારતીય આંકડાકીય સંસ્થાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 2008માં આર્થિક સંકટનો સામનો બેન્કોએ મજબૂતાઈથી કર્યો હતો ત્યારે કોઈ પણ સાર્વજનિક ક્ષેત્રની બેન્કે પૈસા માટે મારો સંપર્ક નહોતો કર્યો