એર માર્શલ રઘુનાથ નાંબિયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રડાર વાળા નિવેદન પર તેમનો બચાવ કર્યો છે એર માર્શલે સોમવારે ન્યુઝ એજન્સીને કહ્યું છે કે ગાઢ વાદળો હોવાને કારણે રડાર વિમાનને સંપૂર્ણ રીતે ડિટેક્ટ કરી શકતા નથી મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જયારે બાલાકોટ એર સ્ટ્રાઈકની યોજના બની રહી હતી, ત્યારે મેં નિષ્ણાતોને સૂચના આપી હતી મેં કહ્યું હતું કે વાદળો અને ભારે વરસાદ આપણને પાકિસ્તાનના રડારમાંથી બચાવવામાં મદદ કરી શકે છે જે બાદ ખૂબ વિવાદ પણ થયો હતો
કેટલાક રડાર વાદળોમાં વિમાનને પકડી શકતા નથી:થલ સેના પ્રમુખ બિપિન રાવતે પણ હાલમાં જ કહ્યું હતું કે રડાર અલગ-અલગ ટેકનીક પર કામ કરે છે તેના ઘણાં પ્રકાર હોય છે કેટલાંક રડાર વાદળોમાં વિમાનોને પકડી શકતા નથી, જયારે કેટલાંક વાદળો હોવા છતા પણ પકડી લે છે