જૂનાગઢ: ગોધરા તાલુકાના રામપુર ગામનાં પીનાકી પટેલ, મોલીંગ પટેલ, મોહીત પટેલ, અને જીગર પટેલ 7 ડિસેમ્બરનાં ઘરેથી નિકળ્યાં હતાં અને સૌરાષ્ટ્ર તરફ આવ્યાં હતાં વિરપુર દર્શન કરી કાર નંજીજે-17-બીએચ-6029 લઇ જૂનાગઢ તરફ આવ્યાં હતાં જૂનાગઢથી આગળ મેંદરડા તરફ જવા નીકળ્યાં હતાં જો કે ચારેય યુવાન ગુમ થઇ ગયા હતાં આ અંગે પોલીસને જાણ કરાઇ હતી તેમનું છેલ્લું લોકેશન મેંદરડા રોડ પર આવ્યું હતું જેને લઇ જૂનાગઢ - મેંદરડા અને આસપાસનાં જંગલ વિસ્તારમાં તેની તપાસ શરૂ કરી હતી આ દરમિયાન મોડી રાત્રે મેંદરડાનાં ખડપીપળી અને નવાગામ વચ્ચે પુલ નીચે ગાડી હોવાનું જણાયું હતું જેના પગલે જૂનાગઢ ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી મોડી રાત્રે બે યુવાનોનાં મૃતદેહ બહાર નીકળ્યાં હતાં બાદમાં ઓઝત નદી કે જ્યાં કાર ખાબકી હતી ત્યાંથી બીજા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે પોલીસે કારને કાઢવા માટે ક્રેઇનની મદદ લેવાનું શરૂ કર્યુ છે આ ઘટનાને પગલે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, વંથલી પીએસઆઇ ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો