સુરતઃછેલ્લા એકાદ અઠવાડિયાથી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં ઉપરવાસમાં પણ સારા વરસાદના પગલે શહેરનો કોઝ વે છેલ્લા ચાર દિવસથી ઓવરફ્લો થઈ ગયો છે કોઝ વે ઓવરફ્લો થવાના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જો કે, આજે કોઝ વેની સપાટી વધીને 678 મીટર સુધી પહોંચતા તાપી નદીમાં સમસ્યા રૂપ બનેલી જળકુંભી તણાઈ રહી છે પાલિકા દ્વારા કરોડોના ખર્ચ કરવા છતાં દૂર ન થયેલી જળકુંભી પાણીમાં તણાઈ જતાં મોટી સમસ્યા દૂર થયાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યાં છે