સતત બીજી સભામાં પણ વિજળી ગુલ થતાં જ દિગ્વિજયસિંહ રઘવાયા થયા

DivyaBhaskar 2019-04-30

Views 1.3K

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ એક સભામાં સતત લાઈટ જવાની સમસ્યાના કારણે પરેશાન થઈગયા હતા તેઓ એ હદે ગુસ્સે થયા હતા કે આ ઘટનાને ભાજપનું જ ષડયંત્ર ગણાવી હતી સતત બે વાર તેમની અલગ અલગ સભાઓમાં વિજળીગુલ થઈ જતાં તેમણે તરત જ ઈલેક્ટ્રીસિટી ઓફિસરને કોલ કરીને ખખડાવ્યા હતા આટલું ઓછું હોય તેમ તેમના મોબાઈલનું સ્પીકર ઓનરાખીને બધી વાતચીત માઈકમાં લોકોને પણ સંભળાવી હતી જો કે આશ્ચર્યની વાત એ હતી કે ઉપરી અધિકારી આ લાઈટ કાપ વિશે કોઈ જ વાતજાણતા નહોતા જે બાદ, દિગ્વિજયસિંહે તેમને કહ્યું હતું કે જરા તમારા હાથ નીચેના સ્ટાફ પર તમારો કંટ્રોલ રાખો, તેઓ મનફાવે તેમ વર્તીને લાઈટ કટ કરી દે છે આ વાતચીત દરમ્યાન જ ત્યાં ફરી વિજપાવર ચાલુ થઈ જતાં લોકોએ દિગ્વિજયસિંહને તાળીઓ પાડીને વધાવી લીધા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS