અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને ગાંધીનગર ખાતે એક તરફ જ્યાં ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ NSUIના કાર્યકરો દ્વારા સવારે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ઘરની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો કાર્યકરોએ પરીક્ષા રદ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો મણિનગર સ્થિત અસિત વોરાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચ્ચાર કરતા પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી હતી