સુરતઃડીંડોલી પોલીસે યુવકને 30 કલાક ગોંધીને માર માર્યા બાદ ગુપ્ત ભાગમાં પેટ્રોલ અને મરચાની ભૂકી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પિતાને જાણ થતાં પોલીસ સ્ટેશન મળવા ગયા હતા જ્યાં પોલીસે જેલમાં મૂકી દેવાની વાત કરતા પિતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી જેથી કોર્ટની નોટીસ બાદ ડીંડોલી પોલીસે 151ની કલમ હેઠળ આજે (શુક્રવાર) સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો જજે સારવાર સર્ટી માંગી સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર માટે મોકલ્યો હતો