એક્ટ્રેસ કંગના રનોટ હાલ તેની આગામી ફિલ્મ થલાઇવીને લઇને ઘણી જ ચર્ચામાં છે,આ ફિલ્મમાં તે સ્વર્ગસ્થ જયલલિતાના રોલમાં છે જેના માટે તે જબરદસ્ત મહેનત પણ કરી રહી છે કંગના તેમના પાત્રને ન્યાય આપવા પ્રોસ્થેટિક્સ મેકઅપથી લઇને નૃત્ય અભ્યાસ સુધીની તાલિમ લઇ રહી છે હાલમાં જ કંગનાની બહેન રંગોલીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કંગના ભરતનાટ્યમ કરી રહી છે પારંપારિક પોષાકમાં કંગના સુપર્બ એક્સપ્રેશન આપી રહી છે