બોલીવૂડ એક્ટર બોમન ઈરાનીએ તાજેતરમાં જ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એક ઓટોમાં મુસાફરીમાણતા જોવા મળ્યા હતાજેની ખાસ વાત એ હતી કે બોમન ઈરાનીને રિક્ષાની સવારી એક મહિલા કરાવી રહી હતી તેમણે આ મહિલાનાં પણવખાણ કર્યાં હતાં જેને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે પણ આ મહિલાના જૂસ્સાના વખાણ કર્યા હતા હકિકતમાં રિક્ષા ડ્રાઈવર એવી આમહિલાનું નામ લક્ષ્મી છે જે દિવસે મરાઠી ટીવી સીરિયલ્સમાં અભિનય કરવાની સાથે જ રાત્રે સમય મળે તો આ રીતે પાર્ટટાઈમ રિક્ષા પણચલાવીને તેનું ગુજરાન ચલાવે છે બોમન ઈરાનીએ આ જ કારણોસર લક્ષ્મીનાં વખાણ કરીને તેને સુપર લેડી કહીને સન્માનિત પણ કરી હતી સાથેજ તેમણે કહ્યું હતું કે તેમને લક્ષ્મી પર ગર્વ છે