પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર દિલ્હીમાં વધતા જતા પ્રદુષણ અંગે બોલાવાયેલી બેઠકમાં સામેલ ન થવા બાદથી સતત કટાક્ષનો સામનો કરી રહ્યા છે રવિવારે દિલ્હીમાં ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા હતા આ પોસ્ટરો પર લખ્યું હતું કે, શું તમે આમને ક્યાંય જોયા છે? છેલ્લી વખતે તેઓ ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા આખું દિલ્હી તેમને શોધી રહ્યું છે
ગંભીર ગત સપ્તાહે ઈન્દોરમાં ચાલી રહેલી ટેસ્ટમાં કોમેન્ટ્રી માટે આવ્યા હતા શુક્રવારે વીવીએસ લક્ષ્મણે જતિન સપ્રૂ અને ગંભીર સાથે પૌહા અને જલેબીનો નાસ્તો કરતા ટ્વીટ કર્યું હતું ત્યારબાદ ગંભીરે યુઝર્સને ટ્રોલ કર્યા હતા AAP સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ગંભીરની ટીકા કરી હતી