જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયની બહાર સિંધિયાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે પોસ્ટર લગાડવામાં આવ્યા છે આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે કે સિંધિયાને રાષ્ટ્રીય નેતૃત્વની જવાબદારી આપવામાં આવે
સિંધિયાએ હારની જવાબદારી લઈ રાજીનામું આપ્યુંઃજ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે પોતાના મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારતા તેમને રાજીનામું આપી દીધું છે રાહુલ ગાંધીના રાજીનામા બાદ દેશભરમાંથી પાર્ટીના પદાધિકારીઓના વિરોધ અને રાજીનામાનો સિલસિલો યથાવત છે