પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે આ જનસંપર્ક દરમિયાન દીધાના દત્તપુર ગામમાં મમતા બેનર્જીનો અલગ જ અંદાજ જોવા મળ્યો અહીં તેમણે રસ્તા પરની એક ચાય ટપરી પર ખુદ ચાય બનાવી લોકોને પીવડાવી હતી દીદીના આ અંદાજને લોકો વખાણી રહ્યા છે જનસંપર્ક વધારવા હાલ મમતા દીદી લોકો પાસે જઈને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે અને તેને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે