મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ગુરુવારે શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એક વાર ભાજપ સામે વાયદો ના નીભાવવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે, ભાજપ સાથે 50-50 ફોર્મ્યૂલા વિશે વાત થઈ હતી ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે જે રુમમાં વાત થઈ હતી તે સામાન્ય રુમ નહતો તે પૂજ્ય બાળાસાહેબનો રુમ હતો જેને અમે મંદિર માનીયે છીએ અમે બાળાસાહેબના સમ ખઈએ છીયે અમે જુઠ્ઠુ નથી બોલતા
તેમણે એવુ પણ કહ્યું છે કે, શિવસેના પ્રાણ જાય પણ વચન ના જાય એ સિદ્ધાંત વાળી પાર્ટી છે આ મહારાષ્ટ્રના સન્માનની વાત છે આ એ જ રુમ છે જ્યાંથી બાળાસાહેબ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા હતા આ એજ રુમ છે જ્યાં દુનિયામાંથી કોઈ પણ નેતા આવે તો તેઓ ઈચ્છે કે તેઓ આ રુમમાં બાળાસાહેબને નમન કરે