સુરતઃ દિવાળીના દિવસો નો ભરપુર લાભ તસ્કર ઉઠાવી રહી છેત્યાં વધુ એક દુકાન ને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ છેજોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છેઅડાજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજન આધારે તપાસ શરૂ કરી છે સુરતના પાલનપુર જકાત નાકા રોડ નજીક વર્ષા સોસાયટી માં હિમાંશુ પતંજલિ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે પાલનપુર જકાતનાકા ખાતે આવેલી દીનદયાળ સોસાયટીમાં રહેતા રવિભાઈ સતિષભાઈ ગજર નામના વેપારી દુકાન ના માલિક છેવેપારીની દુકાનને અજાણ્યા શખ્સો દ્વારા રાત્રી દરમ્યાન નિશાન બનાવવામાં આવી હતી રાત્રિ દરમિયાન આવેલા અજાણ્યા બે શખ્સોએ દુકાનનું શટર ઊંચું કરી કાચ નો મુખ્ય દરવાજો પણ તોડી નાંખી પ્રવેશ કર્યો હતો અજાણ્યા તસ્કરોએ સૌપ્રથમ દુકાનનો એલ્યુમિનિયમ નો દરવાજો બેન્ડ કરી ત્યાર બાદ પ્રવેશ મેળવ્યો હતો બાદમાં દુકાન ના ડ્રોવર માં મુકેલા ત્રણ દિવસ નો વકરો સહિત સોની અને દસની ચલણી નોટો મળી કુલ 22300 ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા