તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે હિંસક અથડામણ અંગે બન્ને પક્ષોમાં વિરોધ ચાલી રહ્યો છે ગત દિવસોમાં કડકડૂમા અને સાકેત કોર્ટમાં વકીલો દ્વારા પોલીસકર્મીઓ સાથે નારઝૂડ કરાવાનો વીડિયો પણ વાઈરલ થયો છે ત્યારબાદ મંગળવારે દિલ્હીના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો PHQની બહાર વકીલો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું તેમના હાથમાં ‘સેવ ધ પોલીસ’,‘અમને ન્યાય જોઈએ’,‘હાઉ ધ જોશ લો સર’ ‘સરખો ન્યાય મળે’ જેવા નારાના પોસ્ટર જોવા મળ્યા હતા ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસ પાસે આ અંગેનો રિપોર્ટ માગ્યો છે