મધ્યપ્રદેશના ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાએ દેવાની વસૂલાત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે સોમવારે પાર્ટીના ખેડૂત આક્રોશ આંદોલન દરમિયાન તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ અથવા પોલીસનો કોઈ પણ વ્યક્તિ ખેડૂતો પાસે લોનની વસૂલાત કરવા માટે આવશે તો તેનો હાથ તોડી નાંખીશું, ગળું દબાવીને મારી નાંખીશું રાજ્યના ભાજપ કાર્યકર્તા મજબૂતાઈ સાથે ખેડૂતો સાથે ઊભા છે