ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20 7 વિકેટે હારી હતી તેમાં ઋષભ પંતે DRS (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ)માં બે વખત જે ભૂલ કરી હતી, તે નિર્ણાયક સાબિત થઇ હતી જોકે કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે પંત સરખી રીતે DRS લઈ શકે છે કે નહીં તે અંગે જજ કરવું ઘણું વહેલું ગણાશે ઇનિંગ્સની 10મી ઓવરના ત્રીજા બોલે અમ્પાયરે યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં મુશફિકર રહીમને (એલબીડબ્લ્યુ) નોટઆઉટ આપ્યો હતો પંતે ના પાડતા ભારતે રિવ્યુ લીધો ન હતો, જોકે રિપ્લેમાં સ્પષ્ટ હતું કે રહીમ આઉટ હતો બાંગ્લાદેશી વિકેટકીપર ત્યારે 6 રને બેટિંગ કરી રહ્યો હતો અને તે પછી તેણે અણનમ 60 રનની ઇનિંગ્સ રમીને બાંગ્લાદેશને જીત અપાવી હતી