લંપટ સાધુ નિત્યાનંદના દેશ છોડવાની ચર્ચા સાથે તેનો એક વીડિયોવાઇરલ થયો છે,જેમાં નિત્યાનંદ કહે છે કે‘સમગ્ર દુનિયા મારા વિરૂદ્ધ છે, હું તેમને કહું છું નિત્યાનંદ સાથે બાથ ન ભીડો, જો તમે અહીં રહીને તમારી નિષ્ઠા બતાવશો તો હું તમને વાસ્તવિકતા અને સચ્ચાઈનો ખુલાસો કરીને મારી નિષ્ઠા બતાવીશ મને કોઈ અડી પણ નહીં શકે હું પરમ શિવ છું, સમજો, સત્યનો ખુલાસો કરવા કોઈ મુર્ખ અદાલત મારા પર કેસ નહીં કરી શકે, કારણકે હું શિવ છું’ ચર્ચા છે કે નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે તેણે લેટિન અમેરિકાના ઈક્વાડોરમાં એક ટાપૂ ખરીદ્યો છે જેને એક સંપ્રભુ હિંદૂ રાષ્ટ્ર ઘોષિત કરી દીધો છે