સુરતઃહાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં ફટાકડાના વેચાણ માટે શરૂ થયેલી સિઝનલ દુકાનોમાં ફાયર સેફ્ટીને લઈને ફાયરબ્રિગેડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે અડાજણના આનંદ મહેલ રોડ પર ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, દિવાળીને લઈને ફટાકડાની દુકાનમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નોર્મ્સ પ્રમાણે ફાયર એસ્ટીંગ્યુટરની બોટલથી લઈને રેતી અને ફાયરના ડ્રમ થતાં દુકાનમાં વાયરીંગ પ્રોપર છે કેમ કેમ અને ફટાકડા વેચાયા બાદ ખાલી બોક્સ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે સહિતની બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે