વડોદરાઃવડોદરા શહેરમાં વરસાદ અને પૂરના પાણીના ઓસરી જતાં ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે સુરત અને અમદાવાદમાંથી બોલાવવામાં આવેલી સફાઇ કર્મીઓની ટીમો પણ વોર્ડ વિસ્તારોમાં ફાળવી દેવામાં આવી છે આજે નાગરવાડા વિસ્તારમાં સુરતની 30 સફાઇ કર્મીઓની ટીમ દ્વારા સફાઇ શરૂ કરવામાં આવી હતીવડોદરા મહાનગરપાલિકા સિનીયર સેનેટરી ઇન્સ્પેક્ટર ઉમાકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-8માં નાગરવાડા વિસ્તારમાં વરસાદ અને પૂરના પાણી ભરાઇ ગયા હતા પાણી ઓસરી જતાં સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે સફાઇની સાથે જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે શહેરીજનોના આરોગ્ય માટે સફાઇ કરી રહેલા કર્મચારીઓનું પણ આરોગ્ય જળવાઇ રહે તે માટે માસ્ક અને હેન્ડ ગ્લોઝ આપવામાં આવ્યા છે નાગરવાડા વિસ્તારમાં વરસાદ અને પૂરના કારણે થઇ ગયેલા કાદવ-કિચડ દૂર કરવામાં આવી રહ્યો છે