અમદાવાદ: દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો છે અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર કરતા પણ મોટું માર્કેટ તેવું અમદાવાદનું આપણું લાલ દરવાજા લાલ દરવાજા બજાર ન્યુયોર્કનાં ટાઈમ સ્કવેર કરતાં પણ મોટું માર્કેટ છે 2 કિમીનાં વિસ્તારમાં લગભગ ચાર હજાર પાથરણાંવાળા અને એક હજાર જેટલી દુકાનો છે અહીં દુનિયાની બધી જ મોટી બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી મળે છે દિવાળી, ઈદ, નાતાલ, નવું વર્ષ જેવાં તહેવારોમાં અહિયાં પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી દિવાળીના તહેવારોમાં અહિંયા એક જ દિવસે બે લાખથી પણ વધુ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે