મોદીએ કહ્યું કે, "મહામિલાવટી જે મહિના પહેલાં મોદી હટાવોનો રાગ આલાપી રહ્યાં હતા તેઓ આજે રઘવાયા થયા છે તેમના પરાજય પર દેશવાસીઓએ મોહર લગાવી દીધી છે ઉત્તરપ્રદેશે તો તેમનું ગણિત જ બગાડી નાખ્યું છે સપા-બસપાએ જાતિવાદના આધારે ગઠબંધનનો પ્રયાસ કર્યો એસી રૂમમાં બેઠેલા નેતા પોતાના કાર્યકર્તાઓને ભૂલી જ ગયા બંને પાર્ટીઓના કાર્યકર્તા એક બીજા પર હુમલાઓ કરી રહ્યાં છે સપા-બસપાએ કેટલીક જાતિઓને પોતાના ગુલામ સમજી લીધા હતા 2014, 2017માં બીજી વખત સમજાવ્યા બાદ હવે 2019માં ઉત્તરપ્રદેશ ત્રીજી વખત આ પક્ષોને વધુ યોગ્ય રીતે સમજાવવા જઈ રહ્યું છે કે જાતિઓ તમારી ગુલામ નથી લોકો એમ સમજે છે કે વોટ વિકાસ માટે જ વોટ દેશના વિકાસ માટે જ અપાય છે આ લોકો જાતિના નામે માત્ર સત્તા મેળવી જે બાદ તેનો ઉપયોગ બંગલા બનાવવા અને સંબંધીઓને કરોડપતિ-અબજપતિ બનાવવા માટે જ કર્યો