ધોરડોથી તુષાર માહેશ્વરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ: કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા એવા ખ્યાતનામ સ્લોગન સાથે જેનો પ્રચાર થયો એ કચ્છના રણમાં ચાલુ વર્ષે સારા ચોમાસાને કારણે પાણી ભરાઇ ગયા છે રણોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ટેન્ટ સિટી ઉભું કરવાનો ધમધમાટ ચાલુ છે ત્યારે જેના કારણે સફેદ રણ વિખ્યાત છે એ નમક સરોવરના સ્થાને હાલમાં પાણી છવાયેલું છે અને તે પાણી નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઉતરશે અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સફેદી દેખાશે પહેલી વખત એવું થયું છે કે રણોત્સવ શરૂ થવાના સમયે જ રણમાં પાણી ભરાયેલા હોય અલબત, દિવાળી માણવા આવનારા પ્રવાસીઓ નિરાશ નહીં થાય, તેઓ નજીકમાં જ્યાં પાણી સુકાઇ ગયું છે અને મીઠું સપાટી પર આવી ગયું છે ત્યાં સહેલગાહે જઇ શકશે જે ધોરડોથી હાજીપીરના રસ્તે દસેક કિમીના દાયરામાં છે