ઉત્તર પ્રદેશના મઉમાં આવેલા મોહમ્મદાબાદમાં સોમવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટમાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા છે સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે હજી ઘણાં લોકો કાટમાળ નીચે દબાયા હોવાની શક્યતા છેયુપી સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ) અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મઉ ઘટનાને ધ્યાનમાં લીધી છે તેમણે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યકત કરી છે જિલ્લાના ડીએમ અને એસપી સહિત અધિકારીઓને રાહત કાર્ય વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે