ગીરનાં રહેણાંક વિસ્તારનાં એક મકાનમાં દીપડાએ ઘુસી શ્વાનનો શિકાર કર્યો

DivyaBhaskar 2019-10-12

Views 2.8K

ગીર:જંગલ વિસ્તાર નજીક આવેલા રહેણાંક મકાનમાં દીપડાએ ઘુસીને શ્વાનનો શિકાર કર્યો હતો જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે રહેણાંક મકાનમમાં પાળતું શ્વાન રાત્રીના સમયે સુતુ હોય છે ત્યારે શિકારની શોધમાં દીપડો મકાનમાં ઘુસી જાય છે અને ખુબ જ ચતુરાઈથી શ્વાન પર હુમલો કરી તેનો શિકાર રહે છે જેનો વીડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે જો કે આ વીડિયો ક્યા વિસ્તારનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર મામલે જુનાગઢના સીસીએફ દુષ્યંત વસાવડનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વીડિયો અંગે ચોક્કસ કહી ના શકાય પરંતુ આ વીડિયો ગુજરાતનો હોઈ શકે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS