ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં શુક્રવારે સવારે ફુલ સ્પીડે આવી રહેલી બસે રોડની સાઈડમાં સુઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા આ દુર્ઘટનામાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા મૃતકોમાં ચાર મહિલા અને ત્રણ બાળકો પણ સામેલ છે મળતી માહિતી પ્રમાણે તમામ મૃતકો હાથરસના રહેવાસી છે અને બુલંદશહેર સ્થિત નરૌરા ઘાટ પર ગંગા સ્નાન કર્યા બાદ પાછા ફરી રહ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના બાદ ખાનગી બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બસ વૈષ્ણવ દેવીથી શ્રદ્ધાળુઓને લઈને પાછી ફરી રહી હતી દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે