અમદાવાદ: સુરતમાં થયેલા અગ્નિકાંડમાં જીઇબીની બેદરકારી હોવાનો આક્ષેપ થયા બાદ અમદાવાદમાં ટોરેન્ટ પાવરની બેદરકારીના કારણે એક માસુમનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ- 1માં કરંટ લાગવાના કારણે નવ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે નવ વર્ષનો જૈમીન ભાવસાર એપાર્ટમેન્ટમાં રમતો હતો તે સમયે સોસાયટીની સ્ટ્રિટ લાઈટ પાસે જમીનમાંથી કરંટ લાગતા જૈમીનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું