કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસીએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતને આડે હાથે લેતા કહ્યું હતું કે, જે દિવસે ભાગવત એકતાનો સંદેશ આપવાનો શરૂ કરી દેશું, તે દિવસે અમારી પાર્ટીનો સંઘ સાથેનો મતભેદ પણ ખતમ થઈ જશે તો બીજી તરફ ઓવેસીએ કહ્યું કે, ભાગવતને ન તો બંધારણ પર વિશ્વાસ છે ન તો તેના નિર્માતા ભીમરાવ આંબેડકર પરદિગ્વિજયે પત્રકારોને કહ્યું કે, જે દિવસે તે(સંઘ) પ્રેમ અને ગાંધીજીના સંદેશ પર ચાલવાનો નિર્ણય કરશે, મોબ લિંચિંગ અને નફરત પણ ખતમ થઈ જશે
મહારાષ્ટ્રના જલના જિલ્લામાં ચૂંટણી રેલીમાં ઓવેસીએ કહ્યું કે, મુસ્લિમ, દલિત અને હિન્દુ પણ મોબ લિંચિંગની ઘટનાઓનો શિકાર થયા છે લિંચિંગ કરનારા ગુનાખોરો મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેના વંશજ છે હૈદરાબાદના સાંસદે તાત્કાલિક વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ નવી દિલ્હીમાં થયેલા 1984ના શીખ વિરોધી હુલ્લડો અને 2002ના ગુજરાત હુલ્લડોને પણ મોબ લિંચિંગની ઘટના ગણાવી હતી દેશમાં આત્મહત્યા, બેરોજગારી, મોંઘવારીની સમસ્યા છે પરંતુ ભાજપ અનુચ્છેદ 370, પાકિસ્તાન અને હિન્દુ મુસ્લિમ જેવા ભાવનાત્મક મુદ્દાઓને ઉઠાવવામાં વ્યસ્ત છે