AIMIM નેતા અસુદ્દીન ઓવૈસીએ ભાજપ-કોંગ્રેસ પર નિશાન સાધ્યું

DivyaBhaskar 2019-10-17

Views 810

ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) નેતા અને હૈદરાબાદથી સાંસદ અસુદ્દીન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીને નાટક કંપની ગણાવતા કહ્યું કે,ભાજપ કોંગ્રેસ પાર્ટી નબળી હોવાના કારણે સફળ થઈ છે તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, હવે તે ખતમ થવાના આરે છે, હવે તેનામા લડવાની ક્ષમતા પણ રહી નથી

નેતા ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, આતંકવાદના નામે હવે લિસ્ટ બનાવવામાં આવશે, તેની પણ જેનું પણ નામ લખાશે તેને આતંકવાદી જાહેર કરી દેવાશે તે કોર્ટનો દરવાજો પણ નહીં ખખડાવી શકે કોર્ટ પણ તેને આતંકવાદી જાહેર કરી દેશે ભાજપ આવો કાયદો લાવી છે અને કોંગ્રેસે સમર્થન કરી દીધું હતું ઓવૈસીએ સવાલ કર્યો કે, જ્યારે ઈન્દિરા ગાંધી દ્વારા બનાવાયેલા કાયદાને મોદી સરકારે બદલી દેવાયો ત્યારે તે(કોંગ્રેસ) ક્યાં હતી

આ પહેલા પણ ઓવૈસીએ કોંગ્રસ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાજકીય સપાટી પરથી સાફ થઈ ગઈ છે અને તેને કેલ્શિયમનું ઈન્જેક્શન આપીને પણ પુનર્જીવીત નહીં કરી શકાય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS