ગીર-સોમનાથઃ ગીર-ગઢડાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તાલુકાના નિતલી, સોનારીયા, વડલી અને મોતીસર જેવા ગામોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અહીં એક કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ છે ભારે વરસાદને કારણે ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે