સુરતઃ સુરત શનિવારની વહેલી સવારથી મેઘરાજા મન મૂકી વરસતા ઠેરઠેર પાણીઓ ભરાય ગયા હતા ખાંડી, ગળનારા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના કોલ ને લઈ ફાયર વિભાગ પણ દોડતું દેખાયું હતું જેને લઈ શાળાઓમાં રજા આપી દેવાઈ હતી હવામાન ખાતાના આંકડા મુજબ તો બે કલાકમાં ત્રણથી સાડાત્રણ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો નહીં પણ ઝીંકાયો હોય એમ કહેવાય છે