રાજકોટ: સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ સતત ચોથા દિવસે પણ ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થયું છે ઉનામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા ગઇકાલે ગીર પંથકમાં એક ઇંચથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ગીરના જંગલમાં આવેલા જટાશંકરના વોકળામાંથી ઝરણા વહેતા થતા જ અદભૂત દ્રશ્યો સર્જાયા છે આજે રાજકોટમાં સવરાથી જ વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે