ગોંડલઃ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા આજ બપોર બાદ મેઘરાજા એ ગોંડલ પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગોંડલ તાલુકાના બંધિયા,ઘોઘાવદર,રામોદ, શ્રીનાથગઢ, કેસવાળા, મેતા ખંભાળિયા, ધરાળા, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ વરસ્યો હતો બેથી અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું અનેક નાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તાલુકાના અનેક ગામડાઓમાં ચેકડેમ ઓવરફ્લો થયા છે વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઇ છે