ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે ઘરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે સરકારે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો છે અત્યાર સુધી 400 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળી કંપનીઓ પર 25% અને બાકીની કંપનીઓ પર 30% કોર્પોરેટ ટેક્સ લાગતો હતો
ઘરેલું કંપનીઓ જો કોઈ અન્ય છૂટ લેતી નથી તો તેમણે 22 ટકા ટેક્સ આપવાનો રહેશે સરચાર્જ અને સેસ બંનેને મેળવીને ટેક્સ દર 2517 ટકા થશે કંપનીઓ જો હાલ છૂટ લઈ રહી છે તો ટેક્સ હોલિડે એક્સપાયરી બાદ ઓછા ટેક્સ દરનો વિકલ્પ પસંદ કરી શકશે બિલ દ્વારા આ ફેરફાર લાગુ કરવામાં આવશે