આજકાલ દરેક ચોકમાં અને દરેક પાનના ગલ્લે માત્ર એક જ વાત ચર્ચાઈ રહી છે અને તે છે ટ્રાફિક નિયમોના ભંગ પર થતાં દંડ જ્યારથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા ત્યારથી ટ્રાફિક દંડના ભંગના દંડને કેટલાંક લોકો ટ્રાફિક ટેરરિઝમ કહી રહ્યા છે, પરંતુ નિયમ ભંગ પર થતાં ભારે ભરખમ દંડ પાછળનું કારણ કદાચ તેઓ જાણતા નથી રોડ અકસ્માતના કારણે થતાં મૃત્યુની જાણકારી તેમને નથી પરંતુ આજે અમે તમને જણાવીશું કે ટ્રાફિક નિયમો તોડવા પર સરકારે ભારે દંડ શા માટે રાખ્યો છે દેશભરમાં દર કલાકે 53 અને રોજના 1274 એક્સિડન્ટ થાય છે, જેમાં 405 લોકોના મોત રોડ અકસ્માતમાં થાય છે ભારત સરકારના પરિવહન મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 2017માં 4 લાખ 64 હજાર એક્સિડન્ટ થયા હતા જેમાં 1 લાખ 47 હજારના મોત થયા નવા કાયદા બાદ ચલણ કટ થવાથી નારાજ થયેલા એક વ્યક્તિએ પોતાની બાઇકને સળગાવી નાખેલી, કદાચ તેને ખબર નથી કે 2017માં 33 ટકા મોત ટુવ્હીલર અકસ્માતથી થયા હતા જેમાં 48 હજાર 746 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કાર અને બીજા વાહનોની ટક્કરથી થતાં અકસ્માતોમાં 26 હજાર 869 લોકોના મોત થયા આમાંથી 20 હજાર 457 લોકો એવા હતા જેઓ રોડ પર પગપાળા જઈ રહ્યા હતા અને કોઈ કારણ વગર બીજાની ભૂલના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો જેમાં સૌથી વધુ અકસ્માત તમિલનાડુમાં થયા તો રોડ અકસ્માતના કારણે સૌથી વધુ મોત યુપીમાં થયા દુનિયામાં રોડ અક્સ્માત મામલે ભારત બીજા નંબરે આવે છે બેફામ સ્પીડ, હેલ્મેટ વગર ડ્રાઇવિંગ, અને બીજા કારણોસર દર વર્ષે લાખો યુવાઓ રોડ અકસ્માતમાં માર્યા જાય છે એવામાં સરકારને જો એવુ લાગતુ હોય કે ભારે દંડના કારણે લોકોમાં ટ્રાફિક સેંસ આવશે તો એમાં ખોટું શું છે શું કોઈનો જીવ ટ્રાફિક નિયમ ભંગ પર ભરવા પડતાં દંડ કરતા સસ્તો છે?