કેવડિયા ખાતે વડાપ્રધાનના જન્મ દિવસ અને ડેમમાં 13868 મીટર સુધી પાણી ભરવાના અવસર નિમિત્તે યોજાયેલાં નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં બંદોબસ્તમાં નવસારીના પીએસઆઇએ સાથી પીએસઆઇની પિસ્ટોલ લઇને મોટાભાઇને ફોટો પાડવાનું કહ્યા બાદ કપાળના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં પીએસઆઇનો મોટોભાઇ ફોટો પાડતો દેખાય છે અને ત્યારબાદ કેમેરો થોડા સમય માટે ફરી જાય છે અને કેમેરો ફરી તેમના પર આવતા પીએસઆઇ જમીન પર ઢળી પડેલો દેખાય છે મોટા ભાઇનો બર્થ ડે હોવાથી પીએસઆઇ તેમને પણ કેવડિયા ખાતે લઇ હયા હતા કાર્યક્રમ દરમિયાન જ ગેસ્ટ હાઉસ અગાળ જ ફોટો પાડવાના બહાને સાથી કર્મીની રિવોલ્વર લઇ લમણે ગોળી મારી દીધી હતી