રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ આજે 70 વર્ષમાં પ્રથમવાર મધરાતે 138 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચશે હાલ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની સપાટી વધતા હાલ 13798 મીટર પહોંચી ગઈ છે હાલ મહત્તમ સપાટી સુધી પહોંચવા માટે 70 સેમી બાકી છે હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 7 લાખ 48 હજાર ક્યુસેક થઈ રહી છે જ્યારે 23 દરવાજા ખોલીને હાલ 7 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે