રાજપીપળાઃસરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આજે નર્મદા ડેમની સપાટી 135 ફૂટની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે સરકારના ટોચના સુત્રો મુજબ, સપ્ટેમ્બરના પહેલા વીકમાં નર્મદાની સપાટી 138 મીટર સુધી લઈ જવાનું આયોજન છે જો હજુ પણ આ જ રીતે ઉપરવાસમાં વરસાદ પડશે તો 4 કે 5 દિવસમાં નર્મદાની સપાટી 138 મીટર સુધી પહોંચશે તેમજ રાજ્યમાં બે વર્ષ સુધી પાણીની કટોકટીમાંથી મુક્તિ મળશે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની કુલ સપાટી 13862 મીટર છે