જીજ્ઞેશ કોટેચા, રાજકોટ: કહેવાય શું કે રંગીલું રાજકોટ એ સીએમ વિજય રૂપાણીનું શહેર પરંતુ મન મૂકીને વરસેલા મેઘાએ જાણે રૂપાણીના રાજકોટના રસ્તાઓની તો પથારી ફેરવી નાંખી છે બેધડક ખાયકી કરનારા રાજકોટ મ્યુનિના અધિકારીઓને મુખ્યમંત્રીની પણ કોઈ બીક ન હોય તેવું લાગે છે જો આમ ન હોત તો શું રાજકોટ અત્યારે ગુજરાતની ખાડાનગરી બન્યું હોત? અત્યારે રાજકોટ શહેરમાં એક લટાર મારો તો કમ્મરના મણકા ટાઈટ થઈ જશે ડાન્સિંગ રોડની નગરી તરીકેનો ખિતાબ મેળવી ચૂકેલા રાજકોટમાં DivyaBhaskar દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાયું છે કે ઠેર-ઠેર પાંચથી 50 ફૂટના ખાડા પડી ગયા છે અરે અમુક ખાડા તો એટલા લાંબા-પહોળા છે કે મેઝરમેન્ટ ટેપ પણ રીતસર ટૂંકી પડી હતી