વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક મહિલાએ પૂછ્યું છે કે, ‘અમારા લગ્નને સાડા છ વર્ષ થયા છે અને એક નાની દીકરી છે મારા હસબન્ડનું ચેટિંગ મેં જોઈ લીધું તે કોઈ બીજા છોકરાઓ સાથે ચેટ કરતો હતો તે છોકરાઓ પાસે ગે સેક્સની માંગણી કરતો હતો તે પછી શ્યોર થઈ ગઈ કે તેમણે ઘણી વાર આવું કર્યું છે આ વિશે હસબન્ડને પૂછ્યું તો તેમણે કહ્યું કે, આ મને મગજની બીમારી છે એક મહિનાથી હું પિયરમાં છું તો, શું હવે મારે ડિવોર્સ લઈ લેવા જોઈએ?’ આવી પરિસ્થિતિમાં શું કરવું?; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ