દક્ષિણ અમેરિકી દેશ ઈક્વાડોરમાં એક ભારે ભરખમ ક્રેઇન એક બંદરગાહ પર પડેલી બૉટ પર જ જઈ પડી ઘટના મુજબ આ ક્રેઇનની મદદથી કિનારે પડેલી બોટમાં એક ભારે કન્ટેનર મુકવામાં આવી રહ્યું હતું ત્યારે ક્રેઇનનું બેલેન્સ બગડતાં કન્ટેનર અને ક્રેઇન વચ્ચેનું દોરડું તૂટી ગયું અને કન્ટેનર બોટ પર અથડાયું જેના કારણે ક્રેઇનનો આગળનો ભાગ નમી જતાં તે પણ બૉટ પર અથડાઈ ક્રેઇનને બૉટ પર પડતી જોતા બૉટ પર સવાર લોકો જીવ બચાવવા પાણીમાં કુદવા લાગ્યા અને જોતજોતામાં વજન ઓવરલોડ થઈ જતાં બૉટ પણ પાણીમાં ડૂબવા લાગી બૉટમાં મોટી માત્રામાં ડિઝલ ભરેલું હતુ
જે દરિયામાં ફેલાઈ ગયુ જોકે દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરીના લોકો ત્યાં આવી પહોંચ્યા અને બૉટમાંથી પાણીમાં કુદેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી આ સાથે જ દરિયાના પાણીમાં ફેલાયેલ ડિઝલને કાઢવાની સફાઈ પણ કરવામાં આવી