બેલારૂસમાં બાળકીએ BMWની ઓટોમેટિક સ્વિચ દાબી દીધી, બારી બંધ થતાં માતાનું મોત

DivyaBhaskar 2019-09-12

Views 3.7K

પશ્વિમી યુરોપમાં પોલેન્ડની સીમાને અડેલા બેલારૂસ દેશની આ ચોંકાવનારી ઘટના છે અહીં એક 21 વર્ષીય મા તેની દીકરીને કારની બારીમાંથી બહાર કાઢી રહી હતી ત્યારે અકસ્માતે મોતને ભેટી હતી જોગાનુજોગ આ દિવસે જ તે તેનો 21મો જન્મદિવસ મનાવીને પાછી ફરી હતી યુલીઆ શાર્કો અડધી ખુલેલી BMW કારની બારીમાંથી તેની બે વર્ષની બાળકીને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી હતી આ સમયે તેની દીકરીએ ઓટોમેટિક સ્વિચ દાબી દીધી અને તે મહિલાનું ગળુ દબાઇ ગયું

યુલીયાના પતિ આર્થરે આ અકસ્માત બાદ તેને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી તેણે વિન્ડોને તોડીને યુલીયાને ખેંચીને બહાર કાઢી હતી તેણે તાત્કાલિક ઇમરજન્સી સેવાનો સંપર્ક કરીને તેને હોસ્પિલટલ પહોંચાડી હતી હોસ્પિટલમાં આઠ દિવસ બાદ બ્રેન ડેમેજના કારણે તેનું નિધન થયું હોવાનો રિપોર્ટ થયો હતો
તેની ધમનીઓ દબાઇ જવાના કારણે તેના મગજમાં ભારે નુકશાન થયું હતું અકસ્માત બાદ યુલીઆ ભાનમાં આવી ન હતી આ દિવસે તે મિત્રો સાથે બર્થડે મનાવી રહી હતી

બેલારૂસમાં તપાસકર્તા અધિકારી દિમિત્રી ઇવાન્યુકે કહ્યું કે તે દિવસે તેના પરિવાર સાથે એક મિત્રના ઘરે બર્થડેની ઉજવણીમાં હતી 31 ઓગસ્ટના સાંજે 430 વાગ્યાની આસપાસ તેના પતિને તે બેભાન હાલતમાં મળી હતી તેનું ગળુ તેની ફેમિલી કારના ડાબી બાજુના દરવાજાની વિન્ડો સીટમાં ફસાયેલું હતું રિપોર્ટ પ્રમાણે આ કાર BMW E 34 હતી તેના પરિવારમાં બે બાળકો - માર્ગરિટા અને એરિયાના છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS