વડોદરાઃમંગળબજારમાં સોમવારે સાંજે પ્રતાપ મડઘાની પોળ નજીક આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી હતીત્રણ માળના બિલ્ડિંગમા આવેલી ત્રણ દુકાનો આગની ઝપટમાં આવી હતી જોકે સોમવાર હોવાથી બજાર બંધ હોવાને પગલે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઇ હતી આગને પગલે લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઇ રહી છે મંગળબજારમાં ભારે ભીડથી ભરેલી સાંકડી ગલી વચ્ચે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં સમી સાંજે 5:30 વાગે અચાનક ધુમાડાના ગોટા નીકળતાં સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ઓફિસર એમએનમોઢ સહિત સ્ટાફ દોડી આવ્યો હતો