પાટડી: ભારતના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું ગુજરાતમાં પાકે છે એમાંથી 35 % મીઠું તો ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે જો કે, પાટડી અને કૂડા રેલવે સ્ટેશન બંધ કરાતા ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે પણ ખારાઘોઢામાં 11 લાખ ટનના મીઠાનો ભરાવો થઈ ગયો છે વરસાદ પડશે તો મોટા પાયે નુકસાન થવાની ભીતી છે રણમાં અગરિયાઓ દ્વારા રાત-દિવસ 24 કલાક કાળી મજૂરી દ્વારા પકવાયેલું સફેદ મીઠું ટ્રકો, હિટાચી અને ડમ્પર સહિતના સાધનો વડે આ મીઠું રણમાંથી ખારાઘોઢા લાવીને ગંજ બનાવવાની સીઝન પૂર્ણ થઇ છે ઝીંઝુવાડા રણનું દોઢ લાખ મેટ્રિક ટન મીઠું અને કૂડા રણનું એક લાખ મેટ્રીક ટન મીઠું અને ખારાઘોડા રણનું 85 લાખ મેટ્રિક ટન મળી ખારાઘોડામાં નદીના વહેણ વચ્ચે 11 લાખ મેટ્રીક ટનના મીઠાના ભરાવા સાથે કતારબંધ મીઠાના ઢગલા નજરે પડે છે